નવી દિલ્હી, તા. ૫
વિશ્વની ટોચની ૧૦૦ શૈક્ષણિક સંસ્થામાં એકેય ભારતની નહીં
બ્રિટનનાં ટાઇમ્સ હાયર એજ્યુકેશન મેગેઝિને પહેલી વાર વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત દસ શૈક્ષણિક સંસ્થાની યાદી પ્રકાશિત કરી છે, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી), બેંગલોર ટોચનાં સ્થાને છે, ત્યાર પછી બીજા ક્રમે બોમ્બે આઇઆઇટી, ત્રીજા ક્રમે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ(એઇમ્સ),ચોથા ક્રમે આઇઆઇટી કાનપુર અને પાંચમા ક્રમે આઇઆઇટી દિલ્હીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી યુનિર્વિસટી આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે જ્યારે આઇઆઇટી મદ્રાસ સાતમા ક્રમે,આઇઆઇટી ખરગપુર આઠમા, અલીગઢ મુસ્લિમ યુનિર્વિસટી નવમા તથા યુનિર્વિસટી ઓફ હૈદરાબાદ દસમા ક્રમે છે.
જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે એકેય ભારતીય ઇન્સ્ટિટયૂટને વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ, ૨૦૧૩માં સ્થાન મળી શક્યું નથી. વિશ્વની ટોચની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં હાર્વર્ડ યુનિર્વિસટી ટોચ પર છે ત્યાર પછી બીજા ક્રમે મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી(એમઆઇટી), ત્રીજા ક્રમે યુનિર્વિસટી ઓફ કેમ્બ્રિજ, ચોથા ક્રમે યુનિર્વિસટી ઓફ ઓક્સફર્ડ, પાંચમા ક્રમે યુનિર્વિસટી ઓફ કેલિફોર્નિયા તથા છઠ્ઠા ક્રમે બેર્કેલી એન્ડ સ્ટેનફોર્ડ યુનિર્વિસટી છે જ્યારે ભારતની આઇઆઇએસસી, બેંગલોર આ યાદીમાં ૧૩૦મા ક્રમે તથા આઇઆઇટી બોમ્બે ૧૯૨મા ક્રમે છે. અર્થાત્ ટોચની ૨૦૦ સંસ્થાઓમાં માત્ર બે ભારતીય સંસ્થાનો જ સમાવેશ થાય છે. મેગેઝિનના એડિટર ફિલ બેટી કહે છે કે, ભારતે તેની યુનિર્વિસટીઝની રિસર્ચ કેપેસિટી વિકસિત કરવાની, યુનિર્વિસટી રિસર્ચમાં વધુ સારાં સંકલનની જરૂર છે.
No comments:
Post a Comment