Sunday, May 26, 2013

ભારતીય મૂળના કિશોર સ્વસ્તિક કાર્નિકે નેશનલ જિયોગ્રાફિક સ્પર્ધા જીતી


વોશિંગ્ટન, 23 મે
ભારતીય-અમેરિકન મૂળના ૧૨ વર્ષના કિશોરે પ્રતિષ્ઠિત નેશન જિયોગ્રાફિક બી હરીફાઇ તમામ પાંચ પ્રશ્નના સાચા જવાબ આપીને જીતી લીધી હતી, અમેરિકામાં કોમ્યુનિટી સભ્યોનાં બાળકો પ્રભુત્વ મેળવતા થાય તેવા હેતુથી ભૂગોળ અને અંગ્રેજી સ્પેલિંગની સ્પર્ધા યોજાઈ હતી.
ખિતાબ હાંસલ કરવા માટે કાર્નિકે પૃથ્વીનાં સેન્ટર પરથી સૌથી વધારે દૂરનો પોઇન્ટ દર્શવતાં શિખર તરીકે ઇક્વાડોરના ચિમ્બોરાઝો શિખરનું સાચું નામ આપ્યું હતું. કાર્નિકના માતા-પિતા કર્ણાટકમાંથી અમેરિકામાં સોફ્ટવેર વ્યવસાયીઓ તરીકે સ્થાયી થયેલા છે. વન-ઓન-વન સ્પર્ધામાં કાર્નિક તમામ પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા હતા. બોસ્ટનના દક્ષિણે નોર્ફોકનો વતની કાર્નિક કિંગ ફિલિપ રિજિયોનલ મિડલ સ્કૂલમાં ૭માં ધોરણમાં છે. આ વખતની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું હતું. ૪૦ લાખ જેટલા સ્પર્ધકોમાંથી માત્ર ૧૦ વિદ્યાર્થી ફાઇનલમાં આવ્યા હતા અને તેમાંના આઠ વિદ્યાર્થી ભારતીય-અમેરિકન હતા. ફાઇનલ સ્પર્ધા ગઇ કાલે વોશિંગ્ટનમાં યોજાઇ હતી.
કાર્નિક ઉપરાંત, ત્રીજા સ્થાને ૧૧ વર્ષના સંજીવ ઉપ્પાલુરી( એટલાન્ટાના પરાવિસ્તાર રોઝવેલમાં ફલ્ટોન સનસાઇન એકેડેમીમાં ૫માં ધોરણમાં ભણે છે)વિજેતા બન્યો હતો, ચોથા સ્થાને ર્વિજનિયાનો ૧૨ વર્ષનો વિદ્યાર્થી અખિલ રેકુલાપેલ્લી વિજેતા થયો હતો.
કાર્નિકને ૨૫,૦૦૦ ડોલરની કોલેજ સ્કોલરશિપ સહિતનું મુખ્ય ઇનામ મળ્યું છે અને તેને નેશનલ જિયોગ્રાફિક સોસાયટીનું આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્પેલિંગસ્પર્ધામાંભારતીય મૂળનાં લોકોનું ૨૦૦૮થી પ્રભુત્વ રહ્યું થ્છે. સમીર મિશ્રા(૨૦૦૮, લાઓડિશિયન કાવય શિવશંકર(૨૦૦૯), અનામિકા વીરમણી(૨૦૧૦), સુકન્યા રોય(૨૦૧૧) અને સ્નિગ્ધા નંદિપતિ(૨૦૧૨) વિજેતા બન્યાં હતાં.