Friday, August 31, 2012

ઈજનેરી-ફાર્મસીમાં હવે પ્રવેશ માટે JEE



ગાંધીનગર, તા. ૩૦
  • ગુજકેટ નાબૂદઃ ૨૦૧૩ની પ્રવેશ પરીક્ષાથી અમલ
  • મેરિટ માટે પચાસ ટકા શિક્ષણ બોર્ડ અને બાકીના જેઇઇના માર્ક્સ ધ્યાને લેવાશે
ગુજરાતના ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે કઇ પરીક્ષા આપવાની રહેશે તેને લઇને લાંબા સમયથી ચાલતી મુંઝવણનો આજે અંત આવ્યો છે. આજે શિક્ષણ વિભાગે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે,આગામી વર્ષ ૨૦૧૩થી એન્જિનિયરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે રાજ્ય સરકારની પોતાની પ્રવેશ પરીક્ષાને ગુજકેટને બદલે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એક્ઝામિનેશન (સીબીએસઇ) દ્વારા યોજાતી રાષ્ટ્રીય કક્ષઆની જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઇઇ મેઇન)ને ધ્યાને લેવાશે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે
ગુજરાતી ભાષામાં જ પ્રશ્નપત્રો અને એ પણ ઓબ્જેક્ટિવ પ્રકારના રહેશે.
શિક્ષણ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, એન્જિનિરયિંગ અને ફાર્મસીમાં પ્રવેશ આપવા માટે મેરિટ યાદી બનાવતી વખતે ૫૦ ટકા વેઇટેજ જેઇઇ મેઇનના સ્કોરને અને ૫૦ ટકા વેઇટેજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.૧૨ના પરિણામને આપવામાં આવશે. તેમજ મેરિટ યાદી તૈયાર કરવા માટે ઉમેદવારના પર્સન્ટેજને બદલે પર્સન્ટાઇલ રેન્કને ધ્યાનમાં લેવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીએસઇ દ્વારા આગામી વર્ષ ૨૦૧૩થી એઆઇઇઇઇ પરીક્ષાને બદલે જેઇઇ મેઇન યોજવાનું નક્કી કરાયું છે જેની પરીક્ષા ૭ એપ્રિલ ૨૦૧૩ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા એઆઇઇઇઇ જેવી જ હશે. જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ત્રણેય વિષયોનું બનેલું માત્ર એક જ પ્રશ્નપત્ર હશે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણમાંથી કોઇપણ એક ભાષામાં મેળવી શકાશે. આ પ્રશ્નપત્ર ઓબ્જેક્ટીવ પ્રકારનું હશે. આ પરીક્ષામાં બેસવા માટેની અરજી યોગ્ય સમયે સીબીએસઇ દ્વારા જાહેરાત આપી ઓન લાઇન પધ્ધતિથી મંગાવવામાં આવશે.
કેન્દ્ર સરકારે અને આઇઆઇટી કાઉન્સિલે નક્કી કર્યા મુજબ જો કોઇ વિદ્યાર્થીને જેમણે આઇઆઇટીમાં અભ્યાસ કરવો હોય તેમણે જેઇઇ મેઇન પરીક્ષામાં પ્રથમ દોઢ લાખ ઉમેદવારોમાં સ્થાન મેળવવુ પડશે અને વિદ્યાર્થીએ પોતાની બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકા પર્સેન્ટાઇલથી વધુ સ્કોર મેળવેલો હોવો જોઇશે. આમ જે તે વિદ્યાર્થી પોતાના બોર્ડની સર્વશ્રેષ્ઠ ૨૦ ટકા વિદ્યાર્થીઓમાં હોવા જોઇએ તો જ તેઓ જેઇઇ એડવાન્સ નામની પરીક્ષામાં બેસવાને લાયક ગણાશે. આ પરીક્ષા દ્વારા જ આઇઆઇટીનો પ્રવેશ નક્કી થશે. એનો અર્થ એ થયો કે, જે વિદ્યાર્થીએ આઇઆઇટીમાં જવું નથી તેમણે માત્ર જેઇઇ મેઇન જ આપવાની રહેશે.
શિક્ષણ વિભાગના આ મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના જેઇઇ મેઇનમાં જોડાવાના નિર્ણયના કારણે હોશિયાર વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી જે ત્રણ પરીક્ષાઓ એટલે કે ગુજકેટ,એઆઇઇઇઇ કે આઇઆઇટી-જેઇઇ આપવી પડતી હતી તેને બદલે હવે નીટ (એનઆઇટી) અથવા રાજ્ય સરકારની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનો હોય તો માત્ર એક જ પરીક્ષા આપવાની થશે જેથી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફીની બચત થશે અને માનસિક તણાવમાં ઘટાડો થશે.
તેમણે જણાવ્યું છે કે, ધો.૧૧-૧૨ વિજ્ઞાાન પ્રવાહના અભ્યાસક્રમ હવે સીબીએસસી અનુરૂપ હોય આ કેન્દ્રિય કૃત પરીક્ષામાં સફળતા મેળવવામાં ગુજરાતના વિદ્યાર્થીઓને કોઇ નુકશાન થવાની સંભવના નથી. ખાસ કરીને આ પરીક્ષા માટે પ્રશ્નપત્ર ગુજરાતીમાં મળવાનું છે ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનું હિત જળવાઇ રહેશે અને તેમના સમય, શક્તિ અને નાણાંની બચત થશે.
રાજ્યની કેટલીક સંસ્થાઓ જેવી કે નિરમા, ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટયુટ, પેટ્રોલિયમ યુનિર્વિસટી વગેરેમાં એઆઇઇઇઇના સ્કોરના આધારે પ્રવેશ અપાતો હતો, તેમાં પણ હવે એક જ પરીક્ષા જેઇઇ મેઇનના આધારે જ પ્રવેશ અપાશે. કેન્દ્રીય કૃત ધોરણે એસીપીસી મારફતે જ બધી જ સંસ્થાઓમાં પ્રવેશ થવાથી સરવાળે વિદ્યાર્થીઓને લાભ થશે. એક કરતાં વધુ જગા માટે અરજી કરવામાંથી છુટકારો મળશે, તેમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું છે.
 
ગુજરાતના વિદ્યાર્થીઓને ત્રણ પરીક્ષામાંથી છુટકારો
સીબીએસઇ દ્વારા આગામી વર્ષ ૨૦૧૩થી એઆઇઇઇઇ પરીક્ષાને બદલે જેઇઇ મેઇન યોજવાનું નક્કી કરાયું છે જેની પરીક્ષા ૭ એપ્રિલ ૨૦૧૩ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા એઆઇઇઇઇ જેવી જ હશે. જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ ત્રણેય વિષયોનું બનેલું માત્ર એક જ પ્રશ્નપત્ર હશે.
આ પરીક્ષાનું પ્રશ્નપત્ર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ત્રણમાંથી કોઇપણ એક ભાષામાં મેળવી શકાશે. આ પ્રશ્નપત્ર ઓબ્જેક્ટીવ પ્રકારનું હશે. આ પરીક્ષામાં બેસવા માટેની અરજી યોગ્ય સમયે સીબીએસઇ દ્વારા જાહેરાત આપી ઓન લાઇન પધ્ધતિથી મંગાવવામાં આવશે.
-રમણલાલ વોરા, શિક્ષણમંત્રી
 
આઇઆઇટીનો પ્રવેશ અઘરો થયો : જેઇઇ એડવાન્સ આપવી પડશે
કેન્દ્ર સરકારે અને આઇઆઇટી કાઉન્સિલે નક્કી કર્યા મુજબ જો કોઇ વિદ્યાર્થીને જેમણે આઇઆઇટીમાં અભ્યાસ કરવો હોય તેમણે જેઇઇ મેઇન પરીક્ષામાં પ્રથમ દોઢ લાખ ઉમેદવારોમાં સ્થાન મેળવવુ પડશે અને વિદ્યાર્થીએ પોતાની બોર્ડની પરીક્ષામાં ૮૦ ટકા પર્સેન્ટાઇલથી વધુ સ્કોર મેળવેલો હોવો જોઇશે. આમ જે તે વિદ્યાર્થી પોતાના બોર્ડની સર્વશ્રેષ્ઠ ૨૦ ટકા વિદ્યાર્થીઓમાં હોવા જોઇએ તો જ તેઓ જેઇઇ એડવાન્સ નામની પરીક્ષામાં બેસવાને લાયક ગણાશે. આ પરીક્ષા દ્વારા જ આઇઆઇટીનો પ્રવેશ નક્કી થશે. એનો અર્થ એ થયો કે, જે વિદ્યાર્થીએ આઇઆઇટીમાં જવું નથી તેમણે માત્ર જેઇઇ મેઇન જ આપવાની રહેશે. અગાઉ આઇઆઇટી માટે ધો. ૧૨ સાયન્સમાં ૬૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક ગણાતા હતા. પરંતુ જેઇઇ એડવાન્સ આપવા પર્સન્ટાઇલ ૮૦ ટકા રખાતા વિદ્યાર્થીઓ માટે આઇઆઇટીનો પ્રવેશ અગાઉ કરતા વધારે કઠિન બન્યો છે.
 
મેનેજમેન્ટ કવોટામાં અન્ય રાજયના વિદ્યાર્થીઓને પ્રવેશની વકી
રાજયની તમામ ડિગ્રી ઇજનેરી-ફાર્મસીની બેઠકોમાંથી ૭૫ ટકા બેઠકો ચાલુ વર્ષે જે નિતિથી ભરાઇ તે પ્રમાણે જ ભરાશે, તેમાં જેઇઇ આવવાથી કોઇ ફેરફાર થશે નહીં. અનામત નિતિ પણ સરખી જ રહેશે. છતા મેનેજમેન્ટ કવોટામાં બેઠકો ખાલી રહેતી હોવાથી તેના પર અન્ય રાજયના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની મંજૂરી આપવાના ચક્રો ગતિમાન થયા છે. હજુ નિર્ણય લેવાયો નથી, પરંતુ પરવાનગી અપાય તો નવાઇ નહીં.
 
રાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રવેશ માટે ધો. ૧૨ના માર્ક નહીં ગણાય
રાજયકક્ષાની સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઇઇ પરીક્ષાના ૫૦ ટકા અને ધો. ૧૨ના ૫૦ ટકા ગણીને મેરીટ યાદી બનાવાશે. દરેક રાજયમાં રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ટેકનિલ સંસ્થા છે, જેમ કે ગુજરાતમાં સુરતની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી છે. આવી સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે ઉપરાંત મદ્રાસની એસઆરએમ, વેલ્લુર ઇન્સ્ટટીયુટ ઓફ ટેકનોલોજી, બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી જેવી સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે ધો. ૧૨ સાયન્સના ટકાવારી ગણાશે નહીં. જો કે કેટલીક નેશનલ સંસ્થાઓએ હજી તેમની પ્રવેશ નિતિ જાહેર કરી નથી. તેમણે તાત્કાલિક પ્રવેશ નિતિ જાહેર કરવી જોઇએ તેવી વિદ્યાર્થીઓ-વાલીઓની લાગણી છે. જેથી તેઓે પરીક્ષાની તૈયારીનું આયોજન કરી શકે.

No comments:

Post a Comment