Sunday, September 29, 2013

બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વાર ઓનલાઈન ફોર્મનો પ્રયોગ થશે



અમદાવાદ, 29 સપ્ટેમ્બર

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૪માં લેવાનાર ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સુવિધા ઉપલબ્‍ધ કરવાની છે. શિક્ષણ બોર્ડનાં ઇતિહાસમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ભરવાનો અમલ આ વર્ષે થશે. જેમાં ઓક્‍ટોબરનાં પ્રથમ સપ્તાહથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ ઉપર જઈને બોર્ડની પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરી શકશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટેકનોલોજીના માધ્‍યમથી વહીવટને વધુ સરળ અને પારદર્શી બનાવવા પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે માર્ચ-૨૦૧૪માં લેવાનાર ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓક્‍ટોબરનાં પ્રથમ સપ્તાહથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જઈ બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરી શકશે. આ માટે બોર્ડ દ્વારા તમામ માધ્‍યમિક શાળાઓને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરાવવા માટે તાલીમ આપવા જણાવાયું છે. આ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં શાળાનાં આચાર્યોએ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી બોર્ડ દ્વારા ફાળવેલ ઈન્‍ડેક્ષ નંબર અને પાસવર્ડ મેળવી લેવાનો રહેશે અને ત્‍યારબાદ બોર્ડની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં વિદ્યાર્થીઓની અટક, નામ, પિતાનું નામ, બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલો ખાસ જીઆર નંબર, જન્‍મ તારીખ, વાલીની વાર્ષિક આવક, મોબાઈલ નંબર, ઉમેદવારનો ફોટો અને સહી તમામ વિગતો ભરવાની રહેશે.

No comments:

Post a Comment