Monday, January 30, 2012

ધો.૧૦માં નવી પરીક્ષા પદ્ધતિનો અમલ


અમદાવાદ, તા.૩૦
દેશનાં ગુજરાત, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવાં રાજ્યોમાં ગોખણ પદ્ધતિ અને યાદશકિતને આધારે થતા મૂલ્યાંકન પધ્ધતિને દૂર કરવા ઉપરાંત વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ કરાયો છે.
  • જૂન ૨૦૧૨થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી અમલીકરણ ફોર્મેટિવ અને સમેટિવ એસેસમેન્ટ સિસ્ટમથી પરીક્ષા 
  • ફોર્મેટિવ પેન-પેપર-પેન્સિલ વગર, જ્યારે સમેટિવ પેન-પેપર-પેન્સિલની મદદથી લેવાની રહેશે
  • બોર્ડ ૭૦ ટકાનું અને શાળાઓ ૩૦ ટકાનું મુલ્યાંકન કરશે
  • ગોખણપટ્ટી અને યાદશક્તિ આધારિત પરીક્ષા પદ્ધતિને તિલાંજલિ આપવા નિર્ણય
ગુજરાતમાં ગયા વર્ષથી ધો. ૯માં આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. જેના આગળ વધારીને બોર્ડે ધો. ૧૦માં જૂન-૨૦૧૨થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષથી તેનો અમલ કરવાનું નક્કી કર્યું છે, જે પ્રમાણે બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૩માં લેવાનારી આશરે સાડા સાત લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે લેવાનું નિયત કરાયું છે. આ પદ્ધતિ શું છે તેની બોર્ડે આજે જાહેરાત કરી છે અને તેને મંજૂરી માટે શિક્ષણ બોર્ડને મોકલી છે. નવું શૈક્ષણિક વર્ષ આગામી જૂન મહિનાથી શરૂ થનાર હોવાથી આ પદ્ધતિ માટેના પ્રતિભાવો અને સૂચનો બોર્ડે વિદ્યાર્થીઓ-વાલીઓ અને નિષ્ણાતો પાસેથી મંગાવ્યા છે.
બોર્ડ દ્વારા અમલમાં મુકાનારી નવી પદ્ધતિમાં બોર્ડ લેખિત પરીક્ષા લેશે, પરંતુ શાળાએ લેખિત પરીક્ષા લેવી જરૂરી નથી. વિદ્યાર્થીઓનું નિરીક્ષણ, ચર્ચા, કવીઝ, પ્રયોગ સહિતની વિવિધ પ્રવૃતિઓ મારફત મૂલ્યાંકન કરવાનું રહેશે. આ બાબતેની વિગતવાર માહિતી પુસ્તિકા પણ બોર્ડ જાહેર કરશે તેવું બોર્ડના ચેરમેન આર. આર. વરસાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પદ્ધતિનો અમલ આગામી જૂન-૨૦૧૨થી શરૂ થનારા શૈક્ષણિક વર્ષથી કરાશે. પદ્ધતિ શું છે તેની વિગતવાર માહિતીwww.gseb.org પર મૂકવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિગતવાર માહિતી મુક્યા પછી પ્રતિભાવોના આધારે જરૂર જણાય તો જરૂરી ફેરફાર કરાશે. નવી પદ્ધતિમાં બોર્ડે દ્વારા મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. બે વિષયોની શાળાકક્ષાએથી પરીક્ષા લેવાશે, જે બોર્ડ લેશે નહીં. વિદ્યાર્થીની માર્કશીટમાં મુખ્ય પાંચ ગણિત, ગુજરાતી, અંગ્રેજી, સામાજિક  વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના ગુણ દર્શાવવામાં આવશે.
આમ, ધો. ૧૦ના વિદ્યાર્થીઓને પાંચ ફરજિયાત અને બે મરજિયાત એમ કુલ સાત વિષયનું શિક્ષણ મેળવવાનું રહેશે. બોર્ડ દ્વારા મુખ્ય પાંચ વિષયોની જે પરીક્ષા લેવાશે તે દરેક વિષયનું પ્રશ્નપત્ર ૧૦૦ ગુણનું રહેશે, પરંતુ તેનું ભારાંક ૭૦ ટકા ગણાશે એટલે કે ૧૦૦ ગુણને ૭૦ ટકામાં રૂપાંતર કરાશે. વિદ્યાર્થીઓ પાસ થવા માટે ૭૦ ગુણના ૩૩ ટકા એટલે કે ૨૩ ગુણ મેળવવાના રહેશે.
શાળાકક્ષાએથી વિદ્યાર્થીઓનું ૩૦ ગુણનું બે પ્રકારનું મૂલ્યાંકન થશે.(૧) ફોર્મેટિવ એસેસમેન્ટ ( રચનાત્મક) અને સમેટિવ એસેસમેન્ટ ( સત્રાંત મૂલ્યાંકન) (૨) સહઅભ્યાસિક પ્રવૃત્તિના મૂલ્યાંકનનું ગુણાંકન.
ફોર્મેટિવ એસેસમેન્ટ શાળાએ દરેક ૪૫ દિવસના અંતરે દરેક વિષયની ચાર પરીક્ષા લેવાની છે, એટલે કે દિવાળી પહેલાના પ્રથમ સત્રમાં બે પરીક્ષા વિષયદીઠ પચ્ચીસ-પચ્ચીસ ગુણની લેવાશે. જયારે દિવાળી પછીના બીજા સત્રમાં બે પરીક્ષા પચ્ચીસ-પચ્ચીસ ગુણની લેવાશે, જેને કારણે ચાર પરીક્ષા ૧૦૦ ગુણની થશે. ફોર્મેટીવ પરીક્ષા પેન-પેપર-પેન્સિલ સિવાય પ્રવૃતિ, ચર્ચા કે સ્પર્ધા યોજીને લેવાની રહેશે. આવી જ રીતે સમેટિવ એટલે કે છ મહિને સત્રાંત અને પ્રિલિમનરી એમ બે પરીક્ષા લેવાની રહેશે, આ દરેક પરીક્ષા પેન-પેપર-પેન્સિલના આધારે પચાસ-પચાસ ગુણની રહેશે. આમ, ફોર્મેટિવ ૧૦૦ ગુણનું અને સમેટિવ ૧૦૦ ગુણની મળીને કુલ ૨૦૦ ગુણની પરીક્ષા રહેશે. બંને ૧૦૦-૧૦૦ ગુણની પરીક્ષામાં પાસ થવા ૩૩ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે. શાળાઓના આચાર્યોએ વિદ્યાર્થીએ કુલ ૨૦૦ ગુણમાંથી જેટલા ગુણ મેળવ્યા છે તેમાંથી ૨૦ ટકાનું ભારાંક આપીને તે ગુણ બોર્ડને મોકલવાના રહેશે.
જયારે શાળાકક્ષાએ સહઅભ્યાસિક પ્રવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓમાં કૌશલ્યો અને મૂલ્યોનું સિંચન કરવા પાંચ કૌશલ્યો અને મૂલ્યોનું શિક્ષણ અપાશે અને તે અંતર્ગત પ્રવૃત્તિઓ કરાવીને વિદ્યાર્થીઓનું નિરીક્ષણ પદ્ધતિથી મૂલ્યાંકન થશે. આ પદ્ધતિના વિષય દીઠ ૧૦ ગુણ રહેશે, એટલે કે બોર્ડની મુખ્ય પાંચ વિષયોની પરીક્ષાના કુલ ૫૦ ગુણમાંથી વિદ્યાર્થીઓ ૧૭ ગુણ લાવવાના રહેશે.
આમ, સર્વગ્રાહી શિક્ષણ પદ્ધતિમાં બોર્ડ દ્વારા લેવાનારી મુખ્ય પાંચ વિષયોની પરીક્ષામાં દરેક વિષયમાં ૧૦૦ ગુણના પ્રશ્નપત્ર રહેશે, પરંતુ તેનું ભારાંક ૭૦ ટકા રહેશે, ફોર્મેટિવ અને સમેટિવ એસેમેન્ટની ૨૦૦ ગુણની પરીક્ષા લેવાશે અને તેનું ભારાંક ૨૦ ટકા રહેશે, જયારે સહઅભ્યાસિક પ્રવૃત્તિના વિષય દીઠ ૧૦ ટકા ગુણ રહેશે. એકંદરે સિત્તેર, વીસ અને ૧૦ મળીને કુલ ૧૦૦ ગુણનું મૂલ્યાંકન ત્રણ પદ્ધતિથી થશે અને તેમાં પાસ થવા દરેકમાં ૩૩ ટકા ગુણ લાવવાના રહેશે. જે વિદ્યાર્થી ૩૩ ટકા ગુણ નહીં લાવે તેને આગળના ધોરણમાં બઢતી મળશે નહીં.
ધો.૧૦ની માર્કશીટ આવી હશે (નમૂનાપ્રત)
વિષય
૭૦માંથી
૨૦માંથી
કુલ ૯૦
પર્સન્ટાઈલ રેન્ક
 
મેળવેલ ગુણ
મેળવેલ ગુણ
ગુણમાંથી
 
 
 
 
મેળવેલ ગુણ
 
પ્રથમ ભાષા
૬૦
૧૦
૭૦
 
દ્વિતિય ભાષા
૬૫
૦૫
૭૦
 
ગણિત
૫૫
૧૦
૬૫
 
વિજ્ઞાન અને ટેકનો.
૫૦
૧૫
૬૫
 
સામાજિક વિજ્ઞાન
૪૦
૧૦
૫૦
 
કુલ
૨૭૦/૩૫૦
૫૦/૧૦૦
૩૨૦/૪૫૦
 
મૂલ્યો અને કૌશલ્યો
 
 
 
 
ના મેળવેલ ગુણ
 
 
૩૦/૫૦
 
કુલ
 
 
૩૫૦/૫૦૦
 

No comments:

Post a Comment